________________
રાણી ચેલ્લા
- - - - રાજા શ્રેણિક ઘણે દૂર નીકળી ગયા હતા.
સુયેષ્ઠાને આ બાબતની ભારે અસર થઈ. વિચાર કરતાં તેને લાગ્યું કે આના કરતાં વધારે ઊંચું જીવન જીવવાની જરૂર છે. તેણે દીક્ષા લીધી.
*
રાજા શ્રેણિકને ઘણી રાણીઓ હતી. તેમાં ચલ્લણા સહુથી વહાલી. રાજા ઘણો વખત તેની સાથે જ ગાળે. ચેલણા પણ પોતાના પતિને ખૂબ ચાહે. રાજા-રાણી કિલ્લોલ કરે. રાણી ચલ્લણાને પ્રભુ મહાવીરનો ઉપદેશ ખૂબ ગમતો; એટલે શ્રેણિકને પણ તે ઉપદેશ સમજાવવા લાગી. ચેલ્લણાની સમજાવટથી પ્રભુ મહાવીર પર રાજા શ્રેણિકને ખૂબ શ્રદ્ધા થઈ અને આખરે તેઓ પ્રભુ મહાવીરના સાચા ભક્ત બન્યા. ધન્ય છે પતિને ધર્મ પમાડનાર આવી સ્ત્રીઓને !
પતિની સાચી સેવા કરનાર ચેલણાને ગર્ભ રહ્યો, પણ તે વખતે તેને એક દુષ્ટ ભાવના થઈ, કે મારા પતિના કાળજાનું માંસ ખાઉં. આવો ખરાબ વિચાર આવતાં જ ચલ્લણાને ગર્ભ તરફ તિરસ્કાર છૂટ્યો. તે સમજી ગઈ કે આ ગર્ભ એના પિતાનો વેરી છે, નહિતર આવો વિચાર ન આવે.
સવા નવ માસ પૂરા થયા. ચેલ્લણાને એક તેજસ્વી પુત્ર જન્મ્યો, પણ તે જ વખતે તેણે દાસીને આજ્ઞા કરી : “દાસી ! આ દુષ્ટ પુત્રને કોઈક દૂર જગ્યામાં મૂકી આવ. એ એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org