________________
રાણી ચેલ્લાણા
એક હતું મોટું શહેર. તેનું નામ વૈશાલી. ત્યાં હતા એક રાજા. ન્યાયી અને પ્રજાને પાળનાર. પ્રતાપી ને બળવાન. તેમનું નામ ચેટક. પ્રભુ મહાવીરના એ મામા થાય.
તેમને સાત કુંવરીઓ : પાંચ પરણેલી ને બે કુંવારી. તેમાં એકનું નામ સુચેષ્ઠા ને બીજીનું નામ ચલ્લણા. બંને બહેનો ખૂબ ગુણિયલ. બધી કળામાં પારંગત. ધર્મનું જ્ઞાન તો ઘણું જ ઊંડું.
તેમને કોઈ વાતની ખોટ નહિ. રહેવાને સુંદર મહેલ. ફરવાને સુંદર બગીચા. પહેરવાને સુંદર કપડાંલત્તાં. ખાવાને મનગમતાં મેવામીઠાઈ, પણ આ બહેનો તેમાં બહુ ન લોભાય. તે તો સારું સારું વાંચે, સારું સારું ગાય, દેવદર્શને જાય ને ધર્મની જ વાતો કરે. બંનેનાં રૂપગુણ દેશોદેશમાં વખણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org