________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮
.ن.ت.نك.نت
આ સમાચાર પહોંચ્યા, ત્યાં ત્યાંથી નગરજનો દોડી આવ્યા, પણ આ શું? પૃથ્વીના પતિ ઉઘાડે મસ્તકે, ખુલ્લે પગે, કશાય રાજચિહ્નો વિના રાજમાર્ગ પર એકલોઅટૂલા ચાલ્યા આવે છે!
જોતજોતામાં નગરજનો પ્રભુને વીંટળાઈ વળ્યા.
મણિમુક્તાના વરસાદ વરસ્યા. કેસર, ચંદન, કપૂરના કીચ રચાયા. બધે જેમ બનતું હતું તેમ અહીં પણ બન્યું : બધા વચ્ચેથી, ખાલી હાથે ભગવાન આગળ વધ્યા. લોકોએ પોકાર પાડ્યો : “આપણા ભર્યા નગરને શું પ્રભુ આમ ને આમ છાંડીને ચાલ્યા જશે ? તો પછી શું, આપણું જીવતર જીવવા જેવું રહેશે? આપણો જન્મ ધિક નહીં લાગે અરે, શું આપણે ત્યાં ડાહ્યાઓનો દુકાળ પડ્યો છે? કોઈ કાંઈ રસ્તો કાઢો, કોઈ પ્રભુને મનાવો.”
એ વેળા દેશમાં રાજા ડાહ્યો માણસ ગણાતો, એનું ડહાપણ પ્રજાનું ને પૃથ્વીનું પાલન કરતું. એ પ્રજાને જમાડીને જમતો, પ્રજાને સુવાડીને સૂતો. બધા હસ્તિનાપુરના રાજવી સોમયશ પાસે દોડ્યા. પણ રાજા સોમયશ પણ ક્યાં પારકા હતા ? ભગવાન ઋષભદેવના બીજા પુત્ર બાહુબળીના એ પુત્ર હતા. એ પણ રાજમહેલમાં રાજકુમાર શ્રેયાંસ અને નગરશેઠ સુબુદ્ધિ સાથે કાંઈ વિચારણામાં પડ્યા હતા.
ત્રણેને પ્રભાત કાળે એકસાથે સુંદર સપનાં લાધ્યાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org