________________
અક્ષયતૃતીયા
૨૧
નથી. દિવસોથી મૌન છે. સ્નાન નથી, વિલેપન નથી. પ્રભુ સૂતા નથી, પ્રભુ થાકતા નથી.
આ એક માનવીએ ચાર હજાર રાજાઓને થકવી દીધા. ભૂખ્યા પેટે, તરસ્યા જીવે, વનેચરની જેમ ગામ-ખેડામાં કષ્ટ સહન કરવું એમને ભારે પડવા લાગ્યું. તેઓને ટૂંક સમયમાં ખાતરી થઈ કે આ તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવાના છે. તેઓ ધીરે ધીરે રસ્તામાં જ્યાં ઠેકાણું સારું જોયું ત્યાં તાપસ બનીને રહી ગયા.
ત્રિલોકના નાથ, પૃથ્વીપતિ એકલા રહ્યા. મેરુ ડગે, પણ તેમનો નિશ્ચય ડગે તેમ નહોતો.
પણ શરીર છેવટે તો તો શરીર જ છે ને ! આત્માનું વાહન દેહ તો પુદ્ગલોનો છે ને! એ વાહન ધીરે ધીરે નિર્બળ પડવા લાગ્યું. જે દેહ પર તપેલા સુવર્ણ જેવી કાંતિ હતી, ત્યાં કાળાશ પથરાઈ. કાયાનું પિંજર ડોલવા લાગ્યું. ગજ-મસ્તક જેવું શિર કંપી રહ્યું.
દિવસો વીતી ગયા, મહિનાનું વર્ષ થયું. પૃથ્વીપાલનું પેટ હજી ખાલી છે. ખાલી પેટે એ ઘૂમી રહ્યા છે. દેદાર તો હવે જોવાય તેવા નથી રહ્યા.
આજ હસ્તિનાપુર નગરીનાં મહાભાગ્ય જાગ્યાં હતાં. આદિનાથ ઋષભદેવ નગરીમાં પધારતા હતા. જ્યાં જ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org