________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮
ઇચ્છાવાળા પૃથ્વીપતિ ઋષભદેવ શાંત ચિત્તે રાજમહેલ તરફ
પધાર્યા.
૨૦
રાજમહેલમાં પધારીને રાજત્યાગનો ને સંયમધર્મ સ્વીકાર કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો.
યુવરાજ ભરતને રાજ આપ્યું. એક વર્ષ માટે ભગવાને દાનની શરૂઆત કરી. ઘોષણા કરાવી કે, જે જેનો અર્થી હોય, તેણે આવીને તે લઈ જવું. ભગવાન મોં-માગ્યું આપશે.’ શ્રી ઋષભદેવસમા દાતા ક્યાંથી મળે ? આમ દાન દેતાં એક વર્ષ વીત્યું, ને રાજત્યાગનો સમય આવી પહોંચ્યો.
*
ગ્રીષ્મની ઋતુ છે. ચૈત્રનો મહિનો ચાલે છે. (ગુજરાતી ફાગણ મહિનો) અંધારી આઠમનો ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં બિરાજે છે. એક સુંદર સવારે પૃથ્વીનાથે રાજધર્મનો અંચળો ઉતાર્યો ને સંયમધર્મ સ્વીકાર્યો.
કચ્છ અને મહાકચ્છ રાજાઓ, અને જેઓને ભગવાને જ સુધા૨ી સંસ્કારી રાજા બનાવ્યા હતા, એ ચાર હજાર રાજાઓ પ્રભુ પાછળ બધું રાજપાટ ત્યાગીને ચાલી નીકળ્યા.
દીક્ષા વખતે કરેલા ઉપવાસના પારણાનો સમય થઈ ગયો, પણ ભગવાન કંઈ ગ્રહણ કરતા નથી. ફળનાં ઝાડ તો ફળથી ઝૂમી રહ્યાં છે, પણ પ્રભુ એને અડતા નથી. સ્વાદિષ્ટ જળનાં નવાણ ભર્યાં છે, પણ ખારોધ્ધ દરિયો સમજી પીતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org