________________
અક્ષયતૃતીયા
૧૯
આખો બંધારણપૂર્વક ચાલવા લાગ્યો છે.'
“હવે ધર્મતીર્થ પ્રવર્તાવવાની જરૂર છે. મારા આયુષ્યનાં ૨૦ લાખ વર્ષ યુવરાજ પદમાં ગયાં ને ૬૩ લાખ પૂર્વ રાજ્યની ધુરા વહેતાં ગયાં. હવે ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે રાજત્યાગ કરવાનો સમય આવી પહોંચ્યો છે.'
“સંસારના શિખરરૂપ ધર્મચક્રને સમજાવવાની જરૂર છે. પૃથ્વી ધર્મથી જ ધારણ કરાશે. ધર્મ નહિ પ્રવર્તાવું તો આ ક્ષણભંગુર રાજ્યને સહુ સારું રાજ્ય માનશે. આ નાશવંત દેહની આળપંપાળ પાછળ માનવી ગાંડો રહેશે. ધર્મ નહિ હોય તો રાજા રાજા નહિ રહે, પ્રજા પ્રજા નહિ રહે. આ દુનિયા ચોર અને લૂંટારાનું પેડું બની રહેશે. આપવાની મહત્તા નહિ દાખવું તો સહુ બીજાનું લેવામાં આનંદ માનશે. દુનિયામાં બળિયાના બે ભાગ રહેશે. કોઈ પણ ધર્મનું દર્શન પોતાની જાત પર જ પહેલું થવું ઘટે. મારે મારી વાણીમાત્રથી જ નહીં, પણ મારા આચરણથી પણ ધર્મ આચરી બતાવવો જોઈએ.”
પૃથ્વીનાથ આ વિચારોમાં મગ્ન છે, ત્યાં પાંચમા દેવલોકથી લોકાંતિક દેવોએ આવીને નમસ્કારપૂર્વક પ્રાર્થના કરી : “હે નાથ ! હવે ધર્મતીર્થ પ્રવર્તાવી જગતનું કલ્યાણ કરો !”
પૃથ્વીનાથ ઋષભદેવે સ્મિતપૂર્વક તેનો ઉત્તર વાળ્યો. લોકાંતિક દેવો સહર્ષ વિદાય થયા. ધર્મતીર્થ પ્રવર્તાવવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org