________________
૨૮
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮
ઇક્ષુરસ વડે પારણું કરાવ્યું.
મારા પિતાશ્રીએ સ્વપ્નમાં જોયું કે ઘણા શત્રુઓ વડે ઘેરાયેલા કોઈ રાજાને મા૨ી મદદથી મુક્ત કર્યો. એ રાજા તે પ્રભુ, ઘણા શત્રુઓ તે ભૂખતરસ વગે૨ે. તેનો મેં મારા ઇન્નુરસ વડે પારણું કરાવીને પરાભવ કર્યો.
‘સુબુદ્ધિ શેઠે સ્વપ્નામાં ભાળ્યું કે, ‘સૂર્યનાં ખરેલાં હજારો કિરણો મેં સૂર્યમાં પુનઃ સ્થાપન કર્યાં અને આથી સૂર્ય વધુ પ્રકાશવા લાગ્યો. સૂર્ય સમાન તે આ પ્રભુ, એમનાં સહસ્રકિરણ રૂપ જે કેવળજ્ઞાન તે આ અંતરાયથી દૂર હતું, તે આજે મારા ઇક્ષુરસ વડે કરાયેલા પારણાથી જોડી દીધું, ને આથી પ્રભુ વધુ દીપવા લાગ્યા. પ્રજાજનો, આજે આપણો પુણ્યોદય જાગ્યો.’
આ વખતે ભાવભીના થયેલા પ્રજાજનોએ કુમાર શ્રેયાંસને પ્રશ્ન કર્યો: ‘ઓ ઋષભકુલદીપક, અમે તમારી પાસેથી એટલું જાણવા ઇચ્છીએ છીએ કે, આવા ત્રિલોકના નાથને પણ આટલો સમય ભૂખ-તરસ શા કારણે નડ્યાં ?”
ભાઈઓ, તમે ઠીક પૂછ્યું. એ કર્યાં કર્મનો બદલો હતો. કરેલાં કર્મ પૃથ્વીનાથને પણ છોડતાં નથી. ભગવાનના પાછલા ભવની વાત છે. કોઈ ખેતરના ખળામાં અનાજનાં ડૂંડાં પિલાતાં હતાં. ભૂખ્યા બળદો વારંવાર એમાં મોં નાખતા હતા, ને અનાજનાં ડૂંડા ખાતા હતા. ખેડૂતો પરોણાથી બળદોને આ માટે મારતા હતા.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org