________________
અક્ષયતૃતીયા
.
ઈક્ષ તૃતીયાઃ અક્ષયતૃતીયા (વૈશાખ સુદિ ત્રીજ)
ઋષભદેવ સંવત્સર તપ (વર્ષીતપ) વિધિ
*
હાલમાં આ તપ કરવાનો પ્રચાર આ પ્રમાણે છે : ગુજરાતી ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસથી શરૂ કરી, એકાંતરે પા૨ણે બેસણું કરી, ૧૩ મહિના ને ૧૧ દિવસે એટલે અખાત્રીજ–અક્ષયતૃતીયાને દિવસે પારણું કરવામાં આવે છે.
પારણામાં ૧૦૮ ઘડા શેરડીના રસના અથવા સાકરના પાણીના પીએ છે. (ઘડો રૂપનો નાનો બનાવે છે.)
આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ તેમજ ચૌદશને દિવસે ખાધાવાર ન આવવો જોઈએ. ત્રણ ચોમાસીના ચૌદશ-પૂનમના છઠ્ઠ ક૨વા જોઈએ, તપ દરમ્યાન આવતી અખાત્રીજના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને છેવટે છઠ્ઠથી ઓછે તપે પારણું કરવું જોઈએ.
દરેક તપ કરવામાં સામાન્ય વિધિ
Jain Education International
૩૧
સાત ક્ષેત્ર – સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનભુવન, જિનબિંબ, પુસ્તકમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવું. બે વખત પ્રતિક્રમણ કરવાં.
અષ્ટ દ્રવ્યથી પ્રભુ-પૂજા કરવી.
For Personal & Private Use Only
www.jainelibrary.org