________________
૨૪
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮
ઉઘાડે માથે ને અડવાણે પગલે !
પ્રભુ મંદગતિએ ચાલતા શ્રેયાંસકુમારના આંગણામાં આવી પહોંચ્યા. શ્રેયાંસકુમાર પ્રભુના પગમાં આળોટી પડ્યો. પોતાના સુગંધી કેશથી તેમના પગ લૂછ્યું, પ્રદક્ષિણા કરી ને ફરીફરી નમસ્કાર કર્યા. નમસ્કાર કરી પૂર્ણિમાના ચંદ્રસમા પ્રભુમુખનું એ દર્શન ક૨વા લાગ્યો. દર્શન કરતાં કુમાર શ્રેયાંસનું હૃદયકમળ ખીલી ઊઠ્યું. એને કંઈક સ્મરણ થવા લાગ્યું :
અરે ! પૂર્વે મેં પ્રભુને ક્યાંક જોયા છે !' આમ વિચારતાં એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. ‘હું કોણ ? પ્રભુનો પૂર્વભવનો સારથિ ! સ્વયંપ્રભાદિક અવતા૨માં પણ હું તેમનો સાથી હતો. આજે એ મારા પ્રપિતામહ છે. અરે ! મારે અને એમને તો નવ ભવનાં સગપણ છે. એ સગપણ સાચું ક૨વા એ આજે પધાર્યા લાગે છે. અહા, એ તીર્થંકર થશે એવી વાણી મેં વજ્રસેન અરિહંતના મુખે પૂર્વભવમાં સાંભળી હતી. એ જ આ ભાવિ તીર્થંકર, એ જ આ ભાવિ અરિહંત, એ જ આ પોતે ત્રણ લોકના નાથ !’
શ્રેયાંસકુમાર આનંદથી નાચી ઊઠ્યો; પણ તરત જ એની નજર પ્રભુના દેહ પર ગઈ. રાજા સોમયશ ને નગરશેઠ સુબુદ્ધિ પણ આવીને ચરણે પડ્યા. એમણે પણ બીજાની જેમ મણિ, મુક્તા ને ગજ-૨થની ભેટ ધરવા માંડી, પણ કુમાર શ્રેયાંસ તરત બોલી ઊઠ્યોઃ ‘અરે, આપણે કેવા મૂર્ખ છીએ ઃ ભગવાને
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org