________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮
પીલીને કાઢવામાં આવેલા શેરડીના તાજા રસના ઘડા લઈને આવી પહોંચ્યો. શ્રેયાંસકુમારે જોયું કે નિર્દોષ શે૨ડીનો રસ પ્રભુને યોગ્ય છે !
શ્રેયાંસે શેરડીનો રસ લેવા વિનંતી કરી.
૨૬
પ્રભુએ હાથ લંબાવ્યા. ચારે તરફ જયજયકાર થઈ રહ્યો. એ કરપાત્રમાં શ્રેયાંસકુમા૨ે શે૨ડીનો રસ ઠાલવવા માંડયો. એ કરપાત્ર જાણે મહાસાગર બની ગયું. એકસો આઠ ઘડા એમાં સમાઈ ગયા.
પણ શ્રેયાંસના નાનાશા હૈયામાં હરખ ન સમાયો. એણે ઘડો લઈ હર્ષનૃત્ય આરંભ્યું.
પૂરા ૪૦૦ દિવસ પછી પ્રભુએ પારણું કર્યું.
નગરજનોએ ફરી જયજયકાર વર્તાવ્યો. આકાશમાં પંચદિવ્ય પ્રગટ થયાં. વાતાવરણ દુંદુભિ નાદથી ગાજી ઊઠ્યું. શેરડીના રસમાં શ્રેયાંસકુમાર ભવોભવની બાજી જીતી ગયા.
વૈશાખ શુક્લા તૃતીયા (સુદિ ત્રીજ)નો એ દહાડો ઇક્ષુરસના દાનથી અમર થઈ ગયો. પ્રભુએ એ દહાડે પારણું કર્યું. ત્રણ જગતના નાથનો અભિગ્રહ પૂરો થયો. પ્રભુ પારણું કરી આગળ વિહાર કરી ગયા.
૪
દાન દઈ શ્રેયાંસકુમાર મહેલ આવ્યા. નગરજનોના આશ્ચર્યનો પાર નહોતો. આ વાતનું રહસ્ય જાણવા બધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org