________________
રાણી ચેલ્લા
થયાં ભૂરાં આકાશનાં આંગણાં રે, ત્યાં સોનેરી સાથિયા પુરાય રે, આવ્યાં...૨ સખી આંબાનાં વન રૂડાં હોરિયાં રે, ત્યાં કોયલે કરે ટહુકાર રે, આવ્યાં...૩ ખીલી જાઈ જૂઈ ને વળી માલતી રે, ત્યાં ભમરા કરે ઝંકાર રે, આવ્યાં...૪ સખી ! ભર્યા સરોવર શોભતાં રે, ત્યાં હંસ રહ્યા હરખાય રે, આવ્યાં...૫ જ્યાં આવી વસંત ઉર ઊતરે રે, ત્યાં આનંદ પૂર રેલાય રે. આવ્યાં...૬ વાહ! ચલણા વાહ ! કેવું મધુર છે આ ગીત !'
આમ નિર્દોષ આનંદ લૂંટી બંને બહેનો જુદી પડી અને પોતપોતાના કામે વળગી.
સુજ્યેષ્ઠા પોતાના ઓરડામાં આવી એટલે એક સખીએ વાત કરી : “બહેન ! આજે મેં એક અદ્ભુત છબી જોઈ. શું તેનું રૂપ ? મેં તો જિંદગીમાં એવું રૂપ ક્યાંય જોયું નથી.'
સુજ્યેષ્ઠાએ કહ્યું : “ક્યાં છે એ છબી?” સખી કહે : “બહેન ! એક અત્તરિયાની દુકાને.' સુજ્યેષ્ઠા કહે : કોની છે એ છબી?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org