Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
૩૨
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮
વિશેષ જ્ઞાનીની પૂજા કરવી. ગુરુવંદન કરવું, વ્યાખ્યાન-શ્રવણ કરવું. ગુરુ પાસે પચખ્ખાણ રોજ લેવું અને વિધિપૂર્વક પાળવું. અનુકંપાદાન દેવું, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો, ચૌદ નિયમ ધા૨વા. શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કરવાં.
આરંભ-સમારંભનો ત્યાગ કરવો.
તપસ્યાનું ફળ ક્ષમા છે, એ ખ્યાલમાં રાખી હંમેશાં સમતા કેળવવી.
વર્ષીતપનો વિશેષ વિધિ
શ્રી ઋષભદેવસ્વામિનાથાય નમઃ જાપની નવકા૨વાળી ૨૦ રોજ ગણવી.
લોગસ્સ ૧૨ નો કાઉસ્સગ્ગ કરવો.
ખમાસમણાં ૧૨ દેવાં.
સ્વસ્તિક ૧૨ ક૨વા.
અક્ષયતૃતીયાને દિવસે શેલડી રસનો રૂપાનો ઘટ ભરી દેવ આગળ ધરવો. દેવ-ગુરુની પૂજાપૂર્વક સંઘવાત્સલ્ય કરી પારણું કરવું.
વૈશાખ સુદ ત્રીજ–અક્ષયત્રીજના દિવસે આદિનાથાય નમઃ એ પદનો જાપ ૨૦૦૦ (બે હજાર) વાર કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4c93781437a27ac6ff3f5f22c936bc866181d28977e12c6b12b2357949bbf5fe.jpg)
Page Navigation
1 ... 32 33 34 35 36