Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ અક્ષયતૃતીયા પૂર્વભવમાં ભગવાન ત્યાંથી નીકળ્યા. તેઓએ માર ખાતા ને છતાં કૂંડાં ખાતા બળદ જોયા. તેઓને દયા આવી. તેમણે પાસે જઈને ખેડૂતને કહ્યું: ‘ભાઈ, બળદને આટલા બધા શું કામ મારો છો? એને મોઢે છીંકું બાંધો, એટલે અનાજમાં મોં ઘાલશે નહિ.” ખેડૂતો કહે : “બાપજી, અમે તો છીંકું બાંધવાનું જાણતા નથી. આપ બાંધી આપો.” ભગવાને પોતાને હાથે છીંકું બાંધ્યું. બળદોને લાગ્યું કે અરેરે, આપણાથી હવે ડુંડાં નહિ ખવાય, એટલે એમણે મોટા નિશ્વાસ નાખ્યા. એ નિશ્વાસ ૪૦૦ હતા, એટલે ભગવાનને ૪૦૦ દિવસ અન્નનો અંતરાય રહ્યો, પણ ભાઈઓ, એમાં પણ એમની હિતભાવના હતી, એટલે એ અંતરાય પણ મહાન લાભનું નિમિત્ત બન્યો. આ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખેથી બધું જાણીને નગરજનો પોતપોતાનાં સ્થાને ગયાં. શ્રેયાંસકુમારને પોતાનું જીવન આજ ધન્ય લાગતું હતું. આમ પ્રભુના આ ઇક્ષરસના પારણાનો મહિમા જગેજગ ગવાયો. એ ગાતાં ગાતાં હજારોનાં કર્મનાં દળિયાં હલકાં થઈ ગયાં. એ સુભગ દિવસને અનંત ને અક્ષય સુખ આપનાર માનીને લોકોએ તે તિથિનું નામ અક્ષય તૃતીયા રાખ્યું. રૂડું આ પર્વ છે. રૂડાં દાન આપો, રૂડી રીતે પાળો ચિત્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36