________________
*
. જે બાલસંથાવલિ શ્રેણી 1-૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮ ભગવાન ઋષભદેવ પણ વસંતના વધામણે સંચર્યા છે, સુંદર એવા નંદનવનમાં આવ્યા છે.
તેઓ વિચારી રહ્યા છે : “અરે, આવી વસંતક્રીડા મેં બીજે અવશ્ય જોઈ છે.!”
જન્મથી અવધિજ્ઞાન પામેલા સ્વામીને તરત જ યાદ આવ્યું, કે પોતે પૂર્વે ઉત્તરોત્તર ભોગવેલ ભોગોનું એ સ્મરણ છે. ફરીથી તેમનાં નયનો ઊઘડ્યાં, પણ ચિંતવન તો ચાલુ જ રહ્યું :
અહા, નાશવંત આ સુખોમાં મુગ્ધ થનાર રાગ દ્વેષ અને મોહના કારણે સંસાર વધારવામાં ઉદ્યમવંત બનેલાં પ્રાણીઓનો જન્મ વ્યર્થ ચાલ્યો જાય છે. મેં માણસમાં માણસાઈ જગાડી, નીતિભવનાનું બી વાવ્યું. સમાજ ઘડ્યો, સમાજનીતિ ઘડી. રાજ્ય રચ્યું, રાજ્યનીતિ રચી. લગ્નવિધિ યોજી, પશુતામાં પ્રભુતા આણી. લોકોને વ્યવહાર વિશેની બધી વિદ્યાઓ શીખવી દીધી. સામ, દામ, દંડ ને ભેદ એ ચાર ઉપાયો પણ લોકમાં સારી રીતે પ્રવર્તી ગયા છે. જીવનવ્યવહારને લગતી તમામ કળાઓમાં લોકો કુશળ થઈ ગયા છે. ખેડૂતો ન્યાયપૂર્વક ખેતરો ખેડે છે. ગોવાળો પોતાનાં જાનવરો તરફ પ્રીત રાખે છે. એકબીજાનું લૂંટી લેવાની કોઈ દાનત કરતું નથી. માતાઓ પુત્રોનું પાલન કરે છે. પિતાઓ પિતૃધર્મમાં બરાબર સમજ્યા છે. પતિપત્ની પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. સંસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org