________________
અક્ષયતૃતીયા
સુંદર એવી કથા છે. પવિત્ર એવું પર્વ છે.
અનુમોદનાર-આરાધનાર, વાંચનાર-સૂણનાર, કરનારકરાવનાર સહુનું આ ભવનું તેમ પરભવનું કલ્યાણ થાય તેવી કથા છે.
જયવંતો જંબુદ્વીપ છે. ભાગ્યશાળી ભરતખંડ છે. સુંદર એવી સરયુ નદી છે. એના કાંઠે નગરીઓમાં વડી એવી વિનીતાનગરી વસેલી છે. પૃથ્વીના આદિનાથ ભગવાન ઋષભદેવ ત્યાં રાજ કરે છે. રાજ તે કેવું છે? ન પૂછો વાત. વાઘબકરી એક આરે પાણી પીએ. રાજા તે કેવા છે ? પ્રજા પોતાનાં સગાં માબાપનાં હેત ભૂલી જાય તેવા. આઠ સિદ્ધિ ને નવે નિધાન ત્યાં પ્રગટ્યાં છે.
એક દિવસની વાત છે. વસંતની રળિયામણી ઋતુ છે આખું નગર વસંતોત્સવ માણવા નીકળ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org