________________
રાણી ચેલ્લણા
* ચેલણાને બીજા પણ બે પુત્રો થયા. એકનું નામ હલ્લા અને બીજાનું નામ વિહલ્લ. એ ત્રણે ભાઈ આનંદે ઊછરતા મોટા થવા લાગ્યા.
એક વખત રાજારાણી સૂતાં હતાં. શિયાળાની રાત. કડકડતી ટાઢ પડે. એટલામાં ચલ્લણાનો હાથ સોડમાંથી બહાર નીકળી ગયો. એક તો કોમળ હાથ ને તેમાં કડકડતી ટાઢ. હાથ તો જાણે ઠરીને ઠીકરુ થઈ ગયો. પીડા, પીડા, તે તેનો પાર નહીં. એ જાગી ગઈ, પણ તે જ વખતે તેને વિચાર આવ્યો: ‘એક મુનિરાજ અત્યારે નદીકિનારે ઊભા છે, તેમણે એક પણ કપડું ઓઢ્યું નથી. રાજમહેલમાં, મખમલ મશરૂની તળાઈમાં – મારી આ દશા છે, તો આવી ટાઢમાં એમનું શું થયું હશે?”
છેલ્લું વાક્ય મોટેથી બોલી જવાયું. બરાબર તે જ વખતે શ્રેણિક રાજા જાગતા હતા. તે આ સાંભળી વિચારવા લાગ્યા : “આ ચેલ્લણા અત્યારે કોના વિચાર કરે છે ! જરૂર એનું મન બીજા કોઈમાં છે. જેના તરફ હું આટઆટલો પ્રેમ રાખું છું તે પણ બીજાનો વિચાર કરે છે. બસ ન જોઈએ આ રાણીઓ.” તેમણે આવા જ વિચારમાં રાત પસાર કરી.
વહાણું વાતાં પ્રધાન અભયકુમારને બોલાવ્યા. તેમને આજ્ઞા કરી કે, “મારું અંતઃપુર બગડી ગયું છે. માટે એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org