Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ રાણી ચેલ્લા . . .ن.ت.ت. ચાલ્યો ! અભયકુમારે જાણ્યું કે પિતા પોતાની ભૂલ સમજ્યા છે, એટલે તેણે બધી હકીકત જાહેર કરી. હવે ચેલ્લણા પર શ્રેણિકને વધારે પ્રેમ થયો. તેના માટે સુંદર એકથંભીઓ મહેલ બાંધ્યો. સુંદર બગીચો બનાવ્યો. બંને આનંદથી ત્યાં રહેવા લાગ્યાં. કુણિક મોટો થયો એટલે તેને ગાદીએ બેસવાની ખૂબ ઇચ્છા થઈ. શ્રેણિક તેને જ ગાદી આપવાના હતા, પણ કુણિકને તેમના જીવતાં જ ગાદી લેવી હતી. એટલે તેણે ખટપટ કરવા માંડી. તેમાં તે ફાવ્યો. શું રાજ્યલોભ ! પિતાને કેદમાં પૂરી પુત્ર ગાદીએ બેઠો. પણ એટલેથી જ કુણિક અટક્યો નહિ. પોતાને પૂર્વભવનું વેર હતું, એટલે તેમને બરાબર દુઃખી કરવાનો વિચાર કર્યો. તેણે કેદની આસપાસ સખત ચોકીપહેરો મૂક્યો અને આજ્ઞા કરી કે, ખબરદાર ! કોઈ પણ માણસ શ્રેણિક પાસે જાય નહિ.” ચેલુણાએ શરૂઆતથી ધારેલી વાત ખરી પડી. ચેલણા પતિને પ્રાણથી પણ વહાલા ગણે. તેનાથી આ ન જ ખમાય, પણ રાજ્યની બધી સત્તા કુણિકના હાથમાં એટલે એનો ઉપાય શું ચાલે? છતાં એણે નિશ્ચય કર્યો કે કુણિકના અન્યાયી હુકમને તાબે ન થવું. તે હિમ્મત ધરી શ્રેણિકના કેદખાના તરફ ચાલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36