________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮
ચેલ્લણાનો પ્રભાવ એટલો બધો હતો કે સિપાઈઓ તેને અટકાવી શક્યા નહિ. ત્યાં પાંજરામાં રહેલા પોતાના પતિને મળી. આથી તેને આનંદ થયો, પણ સાથે જ તેની દુર્દશા જોઈ શોક થયો. તેણે અહીં જાણ્યું કે પોતાના પતિને અન્નપાણી આપવાનું પણ બંધ કર્યું છે, અને હંમેશાં સવારે ચાબુકના માર પડે છે; એટલે પારાવાર દુઃખ થયું.
૧૪
તેણે વિચાર કર્યો : ‘બીજું ન બને તો કાંઈ નહિ, પણ પતિનું આ દુઃખ તો જરૂર ઓછું કરવું.’
તેણે કુણિક આગળ શ્રેણિકને મળવાની ૨જા માગી. કુણિક ના કહી શક્યો નહિ. ચેલ્લણા હંમેશાં મળવા જાય. તે વખતે પોતાના વાળ દવાવાળા પાણીથી ભૂંજવે અને અંબોડામાં અડદનો લાડુ ઘાલે. તે અડદનો લાડુ ભૂખ્યા પતિને ખવરાવે ને અંબોડો નિચોવીને પાણી પાય. આ પાણી પીવાથી શ્રેણિકને ઘેન ચડે એટલે ચાબુકની પીડા ઓછી થાય.
*
કુણિક પોતાના પુત્ર પર ખૂબ પ્રેમ રાખતો. એક વખતે તેણે ચેલ્લણાને પૂછ્યું, માતા, મારા જેવો પુત્રપ્રેમ કોઈને હશે ?? એટલે ચેલ્લણા બોલી : અરે ! તારો પુત્રપ્રેમ શું હિસાબમાં છે ? પ્રેમ તો તારા પિતાનો જ ! તું ગર્ભમાં આવ્યો ત્યારથી મેં જાણ્યું હતું કે તું તારા બાપનો વેરી છે. એટલે તારો જન્મ થતાં જ મેં તને ઉકરડામાં ફેંકી દીધો હતો, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org