Book Title: Rani Chellana Akshaytrutiya Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ રાણી ચેલ્લાણા એક હતું મોટું શહેર. તેનું નામ વૈશાલી. ત્યાં હતા એક રાજા. ન્યાયી અને પ્રજાને પાળનાર. પ્રતાપી ને બળવાન. તેમનું નામ ચેટક. પ્રભુ મહાવીરના એ મામા થાય. તેમને સાત કુંવરીઓ : પાંચ પરણેલી ને બે કુંવારી. તેમાં એકનું નામ સુચેષ્ઠા ને બીજીનું નામ ચલ્લણા. બંને બહેનો ખૂબ ગુણિયલ. બધી કળામાં પારંગત. ધર્મનું જ્ઞાન તો ઘણું જ ઊંડું. તેમને કોઈ વાતની ખોટ નહિ. રહેવાને સુંદર મહેલ. ફરવાને સુંદર બગીચા. પહેરવાને સુંદર કપડાંલત્તાં. ખાવાને મનગમતાં મેવામીઠાઈ, પણ આ બહેનો તેમાં બહુ ન લોભાય. તે તો સારું સારું વાંચે, સારું સારું ગાય, દેવદર્શને જાય ને ધર્મની જ વાતો કરે. બંનેનાં રૂપગુણ દેશોદેશમાં વખણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36