Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિકચથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂંછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલા રાખી કાતરા હરકોઈનાં હેચ હરે; એ સાંકડીમાં આવિયા છટકયા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજયા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા કર્યે જેના બધા સવળા સદા પાસા પડયા;
Jäin Education Internatiofar Private
Personal Use Onlyww.iginalibyartorp
Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116