________________
“સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા' અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ૭ લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર ચોત. ૩ કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દ્રષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તન્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨
Jain Education Internatiotfær Private &33sonal Use Onlyww.jgingiterieur