Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 78
________________ (૨) સમાધાન-સગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬ ૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬ ૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, કયારે કદી ન થાય. ૬ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬ ૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માં ય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬ ૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬ ૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬ ૯ Jain Education Internatiotfær Private &grsonal Use Onlyww.jajebate of

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116