Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 86
________________ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોકતા તે હનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગથ. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગર, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સો હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વેદ્ય સુજાણ; ગુરઆજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન. ૧૨૯ Jain Education Internatio Far Private 89&rsonal Use

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116