________________
સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીનું પદ - ‘આત્મા કર્તા છે.' સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી
સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે; અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ - ‘આત્મા ભોકતા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા Jain Education Internationær Private SGrsonal Use Onlyww.jalla urcitet: