Book Title: Rajvandana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.
નિશ્ચયવાણી સાંભળી,
નિશ્ચય રાખી લક્ષમાં,
૧૩૦
સાધન તજવાં નો’ય; સાધન કરવાં સોય. ૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ, ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮
Jain Education Internationalr Private Personal Use Onlywwsitg
૧૩૪
Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116