________________
ધન્ય છે
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે.
ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.
ધચ ૦
ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.
ધન્ય છે
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે.
ધન્ય ૦
Jain Education Internatiorfar Privatel Zersonal Use Onlywveflra derg