SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિકચથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂંછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલા રાખી કાતરા હરકોઈનાં હેચ હરે; એ સાંકડીમાં આવિયા છટકયા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજયા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા કર્યે જેના બધા સવળા સદા પાસા પડયા; Jäin Education Internatiofar Private Personal Use Onlyww.iginalibyartorp
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy