SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સે ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ ધર્મ વિષે (કવિત) સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હોય, પ્રોઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના. જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, Jaોજાળફંડ તોડવાને હેતે નિજ હાથથી; org શ્રીરાજdદના
SR No.001163
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Worship, & Rajchandra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy