Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 6
________________ થાય છે કે જે પ્રગટ રીતે જૈન સિદ્ધાંતને કલંક સમાન છે. આજનાં સાહિત્ય સર્જન જે જૈનસિદ્ધાંતને માન્ય ન હોય તે એવા સાહિત્યની રચના પાછળ ભલેને આજ સમાજ પૂણ્ય પાથરે પણ એ કાંઇ સાહિત્ય સેવા ન કહેવાય. આજના અપ્રામાણિક સાહિત્ય સમાજને જાણે આત્મતત્વ ભૂલાવી જડવાદમાં જ મુંઝવી દીધેલ હોય અને એમની એ સંકુચિત જડભાવનાને જ ઉત્તેજતો હોય એવાં સાહિત્યને જૈન સિદ્ધાંત કદિ અપનાવી શકે નહિ, જતસિદ્ધાંત આજના એજ સાહિત્યને અપનાવી શકે કે જે સાહિત્ય આજના યુવકની મનોભૂમિમાં એની જડ ભાવના સામે તોફાન જગાવે, જુગ જુગ પર્યતથી જામેલી એની એ સાંસારીક ભાવનાને હચમચાવી નવીન વિચારણિ જગાવે ને આજ પર્યત એને સંસારસ પરિવર્તનપણાને પામે, વસ્તુતત્વની ઓળખાણ કરાવે, સાચો રાહ બતાવી એની ભૂલનું ભાન કરાવે, ધર્મની દિશા સુઝાડે. આધુનિક પંડિત શ્રીરૂપવિજય મહારાજે રચેલું આ કથાનક જો કે ખુબ પ્રાચીન છે, કંઈ જુનાગ પહેલાંનું આ કથાનક નથી છતાંય આજના જુગને અનુકૂળ થાય તેવી રીતે પંડિતશ્રીએ આલેખેલું છે જે ખચિત પથર સમાન કલેજાવાળાને પણ હચમચાવનારૂં છે ગમે તેવા હિંસક કે પાપીના હૃદયમાં પણ એક વખત તો જરૂર અરે. રાટી જગાવનારૂ છે. - શંખરાજા અને કલાવતી રાણીના ભવથી આ ચરિત્ર કર્તાએ શરૂ કર્યું છે તે પછી ઉત્તરોત્તર એકવીશમા ભવમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને ગૃહસ્થપણામાં જ કેવલજ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 536