Book Title: Priyankar Nrup Charitra Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ પ્રસ્તાવના. આ પ્રિયંકરચરિત્ર સંસ્કૃત ગદ્યબંધ શ્રીજિનસૂરમુનિનું રચેલું સુમારે ૧૨૦૦ લેક પ્રમાણ છે. તેનું ગુજરાતી ભાષાંતર કરાવીને અમે જૈન વર્ગ સમક્ષ રજુ કરીએ છીએ. આ ચરિત્ર નાનું છતાં એટલું બધું રસિક છે કે તે વાંચવા માંડ્યા પછી પૂર્ણ કર્યા વિના મૂકી શકાય તેમ નથી. આ ચરિત્રની અંદર મુખ્યત્વે “ શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી ચાદપુર્વી) કૃત “શ્રી ઉપસર્ગહરસ્તેત્ર ને મહિમાજ ગુંથેલે છે. ચરિત્ર નાયક “પ્રિયંકરએ તેત્રના મહિમાથી અનેક પ્રકારની સુખસંપત્તિ પામે છે, તેના વિદને દૂર થાય છે અને મનુષ્ય ભવમાં પણ તે ધરણેન્દ્રની પ્રસન્નતા થવાથી પાતાળલેક જેવાને અપૂર્વ લાભ મેળવી શકે છે. આ ચરિત્રનાયક ચાર સ્ત્રી પરણે છે અને તેને એક પુત્ર થાય છે. તે સારી રીતે ધર્મારાધન કરે છે. વણિક પુત્ર છતાં રાજ્ય મેળવે છે, તેનું ન્યાયપૂર્વક પ્રતિપાલન કરે છે અને મૃત્યુ પામીને સધર્મ દેવલોકે જાય છે. ચરિત્રપ્રારંભ અશોકપુરના રાજા અશોકચંદ્રને બે રાણીઓ ને ત્રણ પુત્ર છે, ત્યાંથી થાય છે. ચરિત્રનાયકને જન્મ ૧૪ મા પૃષ્ટમાં થાય છે, તેનું નામ તેના પર પ્રસન્ન થયેલા “પ્રિયંકર દેવના નામ” પ્રમાણે જ રાખવામાં આવે છે. આ ચરિત્રમાં શ્રી ઉપસર્ગહર સ્તવને મહિમા આદિ, મધ્ય અ. અંતમાં ત્રણ સ્થાને બતાવેલ છે. પ્રારંભમાં ગ્રંથકર્તા પોતે કહે છે, મધ્યમાં પ્રિયંકરને મળેલા ગુરૂ તેને ઉપસર્ગહરસ્તવની આરાધના કરવાનું કહે છે તેણે કહેલ છે અને અંતમાં તેના રાજ્યાભિષેક પછી મળેલા ગુરૂ ધર્મોપદેશ આપ્યા પછી બહુ વિસ્તારથી કહે છે. તે ત્રણે સ્થાનેથી વાંચી, લક્ષમાં ઉતારી, આ પરમ મહેદય પ્રાપ્તPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 100