________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪)
[ સમયસાર પ્રવચન ત્રિકાળશુદ્ધ, ધ્રુવસ્વરૂપ, એકરૂપ ત્રિકાળ જેમ પર્યાયનો ભેદ પણ નથી એવા શુદ્ધાત્માનું
સ્વરૂપ અભિધેય છે. છઠ્ઠી ગાથામાં કહેશે કે જ્ઞાયકભાવ પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહીએ છીએ. તેના વાચક આ ગ્રંથના (સમયસાર શાસ્ત્રના) શબ્દો છે, અને વાચ્ય શુદ્ધ આત્મા છે.
ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક-જે ધ્રુવ છે તે. આમ અનંત કેવળીઓએ કહ્યું છે. તેના વાચક ગ્રંથના શબ્દો છે. છે ને? શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા ધ્રુવ છે. તે સમ્યક્દર્શનનો વિષય છે. સમ્યકદર્શનની પર્યાયનો વિષય આ છે. બીજી રીતે કહીએ તો પર્યાય વ્યવહાર છે, તેનો વિષય નિશ્ચય છે. શું કહ્યું? પર્યાય છે એ વ્યવહાર છે, એનો વિષય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ચિવિલાસમાં આવે છે ને, કે “નિત્યને અનિત્ય જાણે છે.” એટલે કે ક્ષણિક પર્યાય તે ધ્રુવને જાણે છે. વસ્તુ અનાદિથી આવી છે. દ્રવ્ય અને નિર્મળ પર્યાય બે થતાં નિશ્ચયનયનો વિષય ન રહ્યો, વ્યવહારનયનો વિષય થઈ ગયો. ખરેખર વ્યવહારનો (પર્યાયનો) વિષય નિશ્ચય (દ્રવ્ય) જોઈએ. પર્યાય છે એ વ્યવહાર છે, ભેદ છે. એનો વિષય ત્રિકાળી ધ્રુવ એ નિશ્ચય છે. આ અભિધેયને જ્યારે પર્યાય જાણે છે ત્યારે અભિધેય થાય છે. (ત્યારે આ ધ્રુવ આત્મા છે એમ જાણું અને માન્યું.).
ધ્રુવ દ્રવ્ય જે ધ્યેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે, શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધા છે. ત્યારે કહે છે કે પર્યાય જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. વાણી બધું બતાવે છે. વાણી બતાવે છે કે જ્ઞાનની પર્યાય છે તે જાણે છે. આ તો અનાદિ સનાતન સત્ય છે. ધ્યેય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય એટલે શું? કે શુદ્ધ આત્મા. શાસ્ત્ર કહ્યું કે અભિધેય શુદ્ધ આત્મા ધ્રુવ છે. પણ કોને? જે જાણે એને.
આત્મા તો નિશ્ચયથી પરમાત્મસ્વરૂપે બિરાજમાન નિત્ય ધ્રુવ પોતે છે. તેને આચાર્ય ભગવાને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક કહ્યો અને ૧૧ મી ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. ભૂતાર્થ ને જાણે છે પર્યાય, પણ એ પર્યાય દ્રવ્યમાં નથી. અહા ! પર્યાય પર્યાયની છે. પર્યાયને દ્રવ્યની કહેવી એ તો પરથી ભિન્ન પાડવા માટે છે. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. પર્યાય કોની છે એમ ભેદ પાડીને સમજાવવું હોય ત્યારે દ્રવ્યની કહેવાય. નિરપેક્ષથી કહેવું હોય તો પર્યાય પર્યાયની છે, અને દ્રવ્ય દ્રવ્યનું છે.
આ ગ્રંથમાં અભિધેય, સંબંધ, પ્રયોજન પ્રગટ જ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે એ પ્રગટ છે, ગુપ્ત નથી. ભગવાન નિત્યાનંદ પ્રભુ વાચ્ય છે અને શબ્દો વાચક છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com