________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
* જીવ-અજીવ અધિકા૨ *
ગાથા-૩
अथैतद्बाध्यते
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयते तेण विसंवादिणी होदि।।३।।
હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે:
એકત્વનિશ્ચિય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં.
ગાથાર્થઃ- [વરુત્વનિશ્ચયીતઃ] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [ સમય:] સમય છે તે [ સો] લોકમાં [સર્વત્ર] બધેય [સુન્દર:] સુંદર છે [ તેન] તેથી [gછત્વે] એકત્વમાં [વંથથા ] બીજાના સાથે બંધની કથા [ વિસંવાદ્રિની] વિસંવાદ-વિરોધ કરનારી [ભવતિ] છે.
ટીકા:- અહીં “સમય” શબ્દથી” સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે' એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ–આકાશકાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે- ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com