________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
८०
[ સમયસાર પ્રવચન
પૂર્ણાનંદનો નાથ સ્વભાવથી એકત્વપણે છે, રાગથી વિભક્ત છે. તેને તું સ્વસંવેદનજ્ઞાનની પર્યાય દ્વારા જાણ. ‘સ્વસંવેવનજ્ઞાનેન પીક્ષ્ય' એમ કહ્યું એનો અર્થ એ છે કે જે દ્રવ્યસ્વભાવ છે તેને સ્વસંવેદનજ્ઞાનથી અનુભવ કરી પરીક્ષા વડે પ્રમાણ કરજે, અમે કહીએ છીએ એટલામાત્રથી નહીં.
આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો પંથ છે. સો દ્રોના પૂજ્કીય વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં આ એકત્વવિભક્ત આત્માનું સ્વરૂપ આવ્યું હતું. એ અમે પ્રત્યક્ષ અનુભવીને કહીએ છીએ. અમારા આત્મામાં (પર્યાયમાં ) એનો સાક્ષાત્કાર થયો છે. આત્મા આવો જ છે એમ અમે જાણ્યું છે. ભગવાને કહ્યું છે માટે કહીએ છીએ એમ નહીં, પણ સ્વસંવેદન-અનુભવથી આત્માને અમે જાણ્યો છે. એ અમે તને બતાવીએ છીએ, માટે તું અનુભવ કરીને પ્રમાણ કરજે, સ્વીકાર કરજે.
પૂર્ણાનંદનો નાથ અભેદ વસ્તુ છે. એનો સ્વીકાર તે પર્યાય છે. પર્યાય તેનો સ્વીકાર કરે છે કે આ નિજ પરમાત્મા છે. સમયસાર ગાથા ૩૨૦માં ( આચાર્ય જયસેનની ટીકામાં) આવે છે કે પર્યાય એમ જાણે છે કે- ‘સકનિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિકપરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.' આમ વસ્તુનો યથાર્થ સ્વીકાર તેના સ્વસંવેદનજ્ઞાન વડે જ થાય છે.
વળી કહે છે કે જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. અનુભવમાં તો ચૂક નથી. પણ ભાષામાં, છંદમાં કે વ્યાકરણમાં ક્યાંક ઓછું-વત્તું આવી જાય તો છાં ન ઘેત્તવં- છળ ગ્રહણ ન કરીશ. અમે જે કહેવા માગીએ છીએ તે ભાવને ધ્યાનમાં રાખી બરાબર પકડજે, શબ્દને ન પકડીશ. વસ્તુનો નિર્ણય કરવામાં સ્વસંવેદન પ્રધાન છે, તેથી ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વસંવેદનમાં આવે એ રીતે તું પ્રમાણ કરજે.
* ટીકા ઉ૫૨નું પ્રવચન *
આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વવિભક્ત આત્માને દર્શાવીશ. આ બૈરાં-છોકરાં, પૈસા-મકાન, ધન-દોલત એ આત્માનો વૈભવ નથી. અંદર પુણ્ય-પાપના વિકારી ભાવ થાય એ પણ આત્માનો વૈભવ નથી. ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકના અવલંબને મારી નિર્મળ પર્યાયમાં મને જે વીતરાગતા પ્રગટ થઈ છે એ મારો નિજવૈભવ છે. તે મારા અનુભવના સર્વ વૈભવથી હું આ સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત એવો ભગવાન આત્મા દર્શાવીશ એવો મેં વ્યવસાય કર્યો છે, ઉદ્યમ કર્યો છે, નિશ્ચય કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com