Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 278
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૭ ભાગ-૧ ] અમે પુસ્તક બનાવીએ છીએ. પણ પુસ્તક બનાવવાનો જે વિકલ્પ છે એ તો રાગ છે અને અમે પુસ્તક બનાવી શકીએ છીએ એવો ભાવ એ મિથ્યાત્વભાવ છે. જડને કોણ બનાવે? “ક” એવો એક અક્ષર અનંત પરમાણુઓનો બનેલો છે. આત્મા એને કરી કે લખી શકે એ ત્રણકાળમાં બનતું નથી. અનંત દ્રવ્ય અનંતપણે રહીને-એક એક પરમાણુ અને અન્ય દ્રવ્ય પોતાની અવસ્થાને સ્વકાળે પૃથપણે કરે છે. “ણમો અરિહંતાણ” એ તો શબ્દ છે. અંદર નમન કરવાનો જે વિકલ્પ ઉત્પન્ન થાય તે રાગ છે. તે રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ એ આત્માનો સ્વાદ નથી. પરમાત્મા પ્રકાશમાં લીધું છે કે આ જીવ અનંતવાર મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યો છે. ત્યાં તીર્થંકરદેવ નિત્ય બિરાજે છે, તીર્થંકરનો વિરહ્યું નથી. તો ત્યાં સમોસરણમાં પણ અનંતવાર ગયો છે. સમ્યજ્ઞાનદીપિકામાં લખ્યું છે કે જીવે પૂર્વે અનંતવાર પ્રત્યક્ષ સમોસરણમાં કેવલી ભગવાનની હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષના પુષ્પાદિકથી પૂજા કરી છે તથા દિવ્યધ્વનિ સાંભળી છે. પરમાત્મપ્રકાશમાં પણ “ભવે ભવે પૂજિયો” એવો પાઠ છે. પણ આ તો બધો શુભરાગ છે. એથી ધર્મ માની અનંતકાળથી રખડે છે. જગતને આ બેસવું આકરું છે. પણ ભાઈ ! આત્માના ભાન વિના હજારો સ્ત્રીઓ, અને રાજપાટ છોડી નગ્ન દિગંબર સાધુ થયો હોય તોપણ દુઃખી જ છે; પંચમહાવ્રતના પરિણામ એ સુખ નથી, દુઃખ જ છે. સમયસાર નાટકમાં મોક્ષઅધિકારમાં ૪૦ મા છંદમાં ત્યાંસુધી લીધું છે કે ભાવલિંગી મુનિરાજને છટ્ટ ગુણસ્થાને જે પંચમહાવ્રતાદિના વિકલ્પ ઉત્પન્ન થાય છે એ “જગપંથ' છે. મિથ્યાષ્ટિની તો વાત જ શી કરવી ? ત્યાં તો ત્યાંસુધી લીધું છે કે સાચા મુનિરાજને પણ જે વારંવાર વિકલ્પ ઉત્પન્ન થાય છે એ અંતર-અનુભવમાં શિથિલતા છે, ઢીલાશ છે. અહીં કહે છે રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયક સ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિનશાસન છે, આત્માનુભૂતિ છે. * ગાથા -૧૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વશયને છોડીને અનંત પરશયોમાં જ અર્થાત્ આત્માના અતીન્દ્રિય જ્ઞાનને છોડીને ઈન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. નિજ ચૈતન્યઘનસ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ-પરજ્ઞયોમાં લુબ્ધ છે. તેની દષ્ટિ અને રુચિ રાગાદિ પર છે. તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયોથી અને રાગાદિથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ પોતાપણે આસ્વાદે છે; એ મિથ્યાત્વ છે. દેવ-ગુરુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282