Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 277
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ [ સમયસાર પ્રવચન · અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સૈંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવ નો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એકક્ષા૨૨સપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.' જેમ લવણના ગાંગડાનો, અન્યદ્રવ્યના સંયોગનો નિષેધ કરીને કેવળ લવણના ગાંગડાનો અનુભવ કરવામાં આવે તો સર્વત્ર ક્ષાર૨સપણાને લીધે તે ક્ષારપણે સ્વાદમાં આવે છે. લવણનો ગાંગડો સીધો લવણ દ્વારા સ્વાદમાં આવે છે એ યથાર્થ છે. એવી રીતે અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઈન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરજ્ઞેયો છે એમની આસક્તિ-રુચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર ચિહ્નનસ્વરૂપનો અનુભવ કરતાં, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે એ આનંદનું વેદન છે. એ જૈનશાસન છે. એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. એક બાજુ સ્વદ્રવ્ય છે અને બીજી બાજુ સમસ્ત પરદ્રવ્ય છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. ગામ એટલે (૫૨દ્રવ્યનો) સમૂહ. પોતાના સિવાય જેટલાં ૫રદ્રવ્યો છે તે ગામમાં જાય છે. પજ્ઞેયો-પંચેન્દ્રિયના વિષયો –પછી તે સાક્ષાત્ ભગવાન, ભગવાનની વાણી, દેવ, ગુરુ શાસ્ત્ર, અને શુભાશુભ રાગ એ સઘળું ગામમાં એટલે પરદ્રવ્યના સમૂહમાં આવી જાય છે. એના તરફ લક્ષ જતાં રાગ જ ઉત્પન્ન થાય છે. સમોસરણમાં સાક્ષાત્ ભગવાન બિરાજમાન હોય. તેમનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય. એ અધર્મ છે. એ કાંઈ ચૈતન્યની ગતિ નથી. એ તો વિપરીત ગતિ છે. મોક્ષપાહુડમાં કહ્યું છે કે પરવળાવો દુશરૂ ' તેથી પરદ્રવ્યથી ઉદાસીન થઈ એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વતઃ જ્ઞાનવન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્બળ ) જ્ઞાનનો સ્વાદ આવે છે. એ જૈનદર્શન છે. ઈન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વારા જે જ્ઞાનનો અનુભવ ( જ્ઞેયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ-અનુભવ નથી, એ જૈનશાસન નથી. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્વારા જ્ઞાનનું વેદન એ જ સમ્યક્ છે, યથાર્થ છે. અહો ! સમયસાર વિશ્વનું એક અજોડ ચક્ષુ છે. આ વાણી તો જુઓ. સીધી એને આત્મા તરફ લઈ જાય છે. સમયસાર શાસ્ત્ર-વાણી એ વાચક છે અને પોતાનામાં રાગાદિરહિત જે સમયસાર છે એ વાચ્ય છે. અત્યારે તો લોકો બહારમાં પડયા છે. આ કરો ને તે કરો. કોઈ કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282