Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 275
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪ [ સમયસાર પ્રવચન અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી. શું કહે છે? દૂધી, તુરિયાં, કારેલાં આદિ શાકમાં તથા ખીચડી, રોટલા આદિ પદાર્થોમાં મીઠું નાખવામાં આવે છે. તો તે તે પદાર્થોના સંબંધથી મીઠાનો લવણનો સ્વાદ લેવામાં આવતાં સામાન્ય લવણનો સ્વાદ તિરોભૂત એટલે ઢંકાઈ જાય છે, અને શાક ખારું છે એવી અનુભૂતિ થાય છે. ખરેખર ખારું તો લવણ છે, શાક નહીં. તથા શાક આદિ દ્વારા ભેદરૂપ લવણનો સ્વાદ આવવો (જેમકે શાક ખારું છે) એ વિશેષનો આવિર્ભાવ છે. શાકના લોલુપી–ગૃદ્ધિવાળા મનુષ્યોને લવણ દ્વારા લવણનો સ્વાદ એકાકાર અભેદરૂપ લવણનો સ્વાદ (મીઠું ખારું છે એવો) આવતો નથી. “વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારસરૂપ) લવણ છે.' પરમાર્થથી જોવામાં આવે તો શાકના લોલુપી જીવોને વિશેષનો આવિર્ભાવ એટલે કે શાક દ્વારા જે લવણનો સ્વાદ આવે છે (સ્વાદ તો તે તરફના લક્ષવાળા રાગનો છે પણ આ તો સમજાવવા માટેનું દષ્ટાંત છે) એ ખરેખર સામાન્ય લવણનું જ વિશેષ છે, એનો જ ભાવ છે, શાકનું ખારાપણું (વિશેષ) નથી; અને એ વિશેષપણું શાક દ્વારા આવ્યું છે એમ પણ નથી. સામાન્ય લવણનો જ વિશેષ સ્વાદ છે. અજ્ઞાનીને શાકના સંયોગથી લવણનો ખ્યાલ આવે છે એ વિપરીત છે, કેમકે તેને મીઠાના સ્વભાવનો ખ્યાલ નથી આવતો આ દષ્ટાંત થયું. સિદ્ધાંત - “એવી રીતે અનેક પ્રકારના શયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ, ભેદરૂપ અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની શયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞયાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી.” શું કહે છે? સ્ત્રી, દીકરા, દીકરી, ભગવાન, ભગવાનની વાણી, પુણ્ય, પાપ, રાગ, ઈત્યાદિ અનેક પ્રકારના શેયો છે. આ જ્ઞયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉત્પન્ન સામાન્યનો તિરોભાવ-એટલે એકલા જ્ઞાનના અનુભવનું ઢંકાઈ જવું તથા વિશેષનો આવિર્ભાવ એટલે શેયતા સંબંધથી જ્ઞાનનું પ્રગટ થવું –આ વડે રાગ આદિ દ્વારા જે મિશ્રિત જ્ઞાનનો અનુભવ થાય તે અજ્ઞાન છે, તેમાં આત્માનો સ્વાદ આવતો નથી. રાગ દ્વારા જ્ઞાનનો યાકાર વિશેષ એ ખરેખર તો સામાન્ય જ્ઞાનની અવસ્થા છે, પણ માને છે (ભ્રમથી ) કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282