________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं। अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि।।१४।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्।
अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि।।१४।। એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છે:
અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪. ગાથાર્થ- [ :] જે નય [ માત્માનમ] આત્માને [ ગવદ્ધસ્કૃષ્ટમ] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [ગનન્ય$] અન્યપણા રહિત, [ નિયતમ્] ચળાચળતા રહિત, [વિશેષ{] વિશેષ રહિત, [મસંયુ$] અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ [પશ્યતિ ] દેખે છે [તં] તેને, હે શિષ્ય! તું [ શુદ્ધનયં] શુદ્ધનય [ વિનાનીદિ] જાણ.
ટીકા:- નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્તએવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જાદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? તેનું સમાધાનઃ-બદ્ધસ્પષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દાંતથી પ્રગટ કરવામાં આવે છે:
જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com