________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ].
૨૫૫. વિરાજે છે. ત્યાં જ. બહારના ભગવાન ઉપરનું લક્ષ એ તો શુભરાગ છે. અશુભની નિવૃત્તિ માટે તે આવે છે. પણ એ કાંઈ ધર્મ નથી. માર્ગ આવો છે, ભાઈ !
હવે શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ ૧૫મી ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે:
* કળશ- ૧૩: શ્લોકા ઉપરનું પ્રવચન * ‘રૂતિ' એ રીતે “યા શુદ્ધ યાત્મિા ગાત્મ–અનુભૂતિ:' જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે. 'યમ્ વ નિ જ્ઞાન–અનુભૂતિ:' તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. જુઓ, શુદ્ધનયસ્વરૂપ આત્મા એમ કહ્યું છે. નય અને નયના વિષયને અભેદ કરીને વાત કરી છે. શુદ્ધનયના વિષયરૂપ આત્મા એમ ભેદથી કહ્યું નથી. અહાહા...! ત્રિકાળ શુદ્ધચૈતન્યઘન અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધનય છે. એવા શુદ્ધનયસ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મ-દ્રવ્યનો અનુભવ છે અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન કર્યું છે. ગાથા ૧૫ માં સમ્યજ્ઞાનની પ્રધાનતાથી કથન છે. આત્માનો-ગુણીનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, સમ્યગ્દર્શન અને જૈનશાસન બધું એક જ છે. ‘તિ યુધ્ધા' એમ જાણીને, ગાત્મનિ ગાત્માનમ્ સુઝિકંપન્ નિવેશ્ય ' આત્માને આત્મામાંપોતાના સ્વરૂપમાં નિશ્ચલ સ્થાપીને નિત્યમ્ સમત્તાત્ : નવવધાન: મસ્તિ' સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું, અનુભવવું એનું નામ જૈનધર્મ અને મોક્ષમાર્ગ છે.
ભાવાર્થ- ૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું. હવે જ્ઞાનને મુખ્ય કરીને કહે છે કે શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એ જ સમ્યજ્ઞાન છે.
હવે, આ અર્થરૂપ ગાથા કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com