________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા-૬ कोऽसौ शुद्ध आत्मेति चित्ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जा सो दु सो चेव।।६।।
नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः।
एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव।।६।। હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત “શુદ્ધ” કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬
ગાથાર્થ:- [: ] જે [ જ્ઞા : ભાવ:] જ્ઞાયક ભાવ છે તે [ 31પ્રમત્ત: ]િ અપ્રમત્ત પણ [ન ભવતિ] નથી અને [ન પ્રમત્ત:] પ્રમત્ત પણ નથી, - [gā] એ રીતે [ શુદ્ધ] એને શુદ્ધ [ભાન્તિ] કહે છે: [ 7 :] વળી જે [ જ્ઞાત:] જ્ઞાયક પણે જણાયો [ સ: તુ] તે તો [: gવ ] તે જ છે, બીજો કોઈ નથી.
ટીકાઃ- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com