________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
| [ સમયસાર પ્રવચન અબજ વર્ષોનો થાય છે. આ ઉત્સર્પિણી, અવસર્પિણીકાળના દરેકના પ્રથમ સમયથી માંડી ક્રમશઃ દરેક સમયમાં જીવે જન્મ, મરણ કર્યા છે. આમ એક એક સમયે જન્મમરણ કરતાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અહીં! પણ આત્મજ્ઞાન અને આત્મદર્શન શું છે તેની વાત કદી સાંભળી નથી.
પૈસા, સંપત્તિ વગેરે અનંતવાર આવ્યા અને ગયા. આ મોટા શરાફ, વકીલ અને ડોકટરના ધંધાની વાત એ તો દુઃખની, પીડાની કથા છે. ભાઈ ! તેં તારી વાત સાંભળી નથી. સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્મા કહે છે તેની વાત કદી સાંભળી નથી, એ પરમ આનંદનો નાથ છે; પ્રભુ! અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. જેમ સમરકંદ છે, એની લાલ છાલનું લક્ષ છોડી દો તો એ એકલી મીઠાશનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા છે. પુણ્ય અને પાપ એ લાલ છાલ જેવા છે. એ પુણ્ય-પાપ વિનાનો આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આ સાંભળ્યું નથી કોઈ દિવસ. જે સાંભળવાનું છે તે ન સાંભળ્યું અને જે સાંભળવાનું નથી તે સાંભળ્યું. અહા ! રૂપિયા ક્યાં એના છે, છતાં રૂપિયા મારા છે એ માન્યતા મૂઢની છે. જડ છે તે જીવના ક્યાંથી થાય? જડ છે એને આપે કોણ? રાખે કોણ? અને એની રક્ષા કરે કોણ? એનું આવવું, જવું એ આપમેળે એનાથી છે. એ જડની રક્ષા જડથી થાય છે. એમાં આત્મા શું કરે? આવી વાત કદીય સાંભળી નહીં. તેથી પ્રતિસમય જન્મ-મરણ સહિત અનંત કાળમાં દુઃખથી જ રખડી રહ્યો છે.
વળી જીવ નિરંતરપણે અનંત ભવપરાવર્તન કરી ચૂક્યો છે. મનુષ્ય, નારકી, દેવ અને તિર્યંચના ભવો અનંતવાર થઈ ચૂકયા છે. રાજા, મહારાજા, શેઠ અને કરોડપતિના ભવ અનંતવાર મળ્યા છે, ભાઈ ! પણ એ બધા ભિખારાની જેમ હમણાં પણ દુઃખી છે, કેમકે એમને આત્માના આનંદની ખબર નથી. ભગવાન સર્વજ્ઞદેવે અનંત અનંત આનંદ અને શાંતિથી ભરેલો ભગવાન આત્મા અનંત જ્ઞાનલક્ષ્મીનો ભંડાર કહ્યો છે. પણ પ્રભુ! તને તારી લક્ષ્મીની ખબર નથી અને બહાર દોડાદોડી કરી દુઃખી થઈ રહ્યો છે. અહા ! દુનિયા મૂર્ખ છે, આત્માને સમજ્યા વિના મૂર્ખ છે. રાગ અને પુણ્યની ક્રિયા મારી એમ માનનારા સૌ મૂર્ખ છે. અરે! અનંત અનંત અનાકુળ આનંદની મૂર્તિ ભગવાન આત્મા છે એની ખબર ન મળે, અને આ કરો ને તે કરો, એમ પુણ્ય-પાપ કરવાની વાત અનાદિથી સાંભળી સાંભળી, અનંત ભવનાં કષ્ટ સહ્યાં છે, ભાઈ ! નિગોદનાં દુઃખોની કથા તો કોણ કહી શકે? આ રાગકથા, બંધકથા આત્માનું અત્યંત બૂરું કરનારી છે.
વળી જીવને અનંત ભાવપરાવર્તન થયાં છે. શુભ અને અશુભ ભાવરૂપી ભાવપરાવર્તન અનંતવાર થઈ ગયાં છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ શુભભાવ જીવે અનંતવાર કર્યા છે. એકેન્દ્રિયને પણ શુભભાવ હોય છે. આમ દયા, અહિંસા આદિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com