________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા -૪
अथैतदसुलभत्वेन विभाव्यते
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगधकहा।
एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स।।४।। હવે તે એકત્વની અસુલભતા બતાવે છે:
શ્રુત, પરિચિત, અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. ગાથાર્થ - [ સર્વફ્ટ ]િ સર્વ લોકને [ નમો |વશ્વવથા] કામભોગસંબંધી બંધની કથા તો [મૃતપરિચિતાનુમૂતા ] સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ [ વિમસ્ય] ભિન્ન આત્માનું [gછત્વચ ઉપન: ] એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી [વોવનં] એક તે [૨ સુનમ:] સુલભ નથી.
ટીકાઃ- આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે ) તોપણ, પૂર્વે અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તાને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઈન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે (અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે). તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com