Book Title: Pramannaytattvalok Author(s): Mahayashashreeji Publisher: Omkarsuri GyanmandirPage 12
________________ આમ સમજવી. ઉપાધ્યાય વિમલચન્દ્ર, વડગચ્છના હરિભદ્ર, સોમચન્દ્ર (ક.સ. હેમચન્દ્રસૂરિ), ચન્દ્રસૂરિ (રાજગચ્છ), શાંતિસૂરિ (પિપ્પલગચ્છ સ્થાપક), અશોકચંદ્રસૂરિ (સુવિહિતગચ્છ), (જૈન પરંપરાનો ઇતિહાસ ભા.૨. પૃ. ૪૪૨) આચાર્ય પદ યુવાન મુનિ રામચન્દ્રમુનિની યોગ્યતા જોઈ આ મુનિચન્દ્રસૂરિ મ. એ તેમને વિ.સં. ૧૧૭૪ મહા. સુ. ૧૦ ના આચાર્યપદે આરૂઢ કર્યા. નામ રાખ્યું. આ. દેવસૂરિ - પરિવારમાં દિક્ષા : આ. દેવસૂરિજીના સંસારી સગાં-સબંધીઓમાંથી આ પ્રમાણે દીક્ષા થઈ છે. માતા, પિતા, ભાઈ વિજય(વિજયસેનસૂરિ) બહેન સરસ્વતી, વિમલચંદ્ર ફઈ ચંદનબાળા. પ્રતિષ્ઠા : ધોળકાના શેઠ ઉદયને શ્રી સીમંધરસ્વામિની પ્રતિમા ભરાવેલી. અક્રમ કરી શાસનદેવીને પૂછતાં દેવીએ આ. દેવસૂરિજીના હસ્તે અંજનશલાકા કરાવવા સલાહ આપી. વિ.સં. ૧૧૭૫માં અંજન-પ્રતિષ્ઠા ઉદાવસહીમાં આચાર્યશ્રીના હસ્તે થયા. વિહાર : આબૂ ચડતાં અંબાપ્રસાદ મહેતાને સાપ કરડ્યો. આચાર્યશ્રીના ચેરણ-જલથી તેનું ઝેર ઉતરી ગયું. સહુ હેમખેમ દેલવાડા પહોંચ્યા. શ્રી ઋષભદેવ ભ. ના દર્શન-વંદનાદિ કર્યા. રાત્રે અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે “આપના ગુરુ મ. નું આયુષ્ય હવે માત્ર આઠ માસ બાકી છે, માટે પાછા ફરો.” આચાર્યશ્રીએ તરત નાગોર તરફનો વિહાર મુલતવી રાખ્યો પાટણ ગુરુ મ. ના સાંનિધ્યમાં પહોંચી ગયા. - આ. મુનિચન્દ્રસૂરિ મ. એ અનસન સ્વીકાર્યું વિ.સં. ૧૧૭૮ ક.વ.૮ના તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. . સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ચાલતું હતું. એક દિવસ ભાગવત દર્શનના પંડિત દેવબોધિએ રાજસભાના દ્વારે પાટિયું લગાવ્યું. તેમાં આ પ્રમાણે શ્લોક હતો. -દ-ત્રિ-વધુઃ પશ્ચ-ખેમને . ? | देवबोधे मयि क्रुद्ध षण्मेनकमनेन कः? ॥ ૧. ઉપદેશમાળા દીઘટ્ટી ટીકા પ્રશસ્તિ જૂઓ. - ૧૧Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 348