Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 10
________________ * ગ્રન્થકાર શ્રી વાદિદેવસૂરિ મ. વિક્રમના બારમા સૈકામાં મંડાર નગરમાં વીરનાગ નામના પોરવાલ શ્રેષ્ઠિ વસતા હતા. શેઠાણીનું નામ જિનદેવી હતું. લગ્ન થયાને ઘણાં વર્ષો થયા પણ શેઠને કંઈ સંતાન ન હતું. શેરમાટીની ખોટના કારણે દંપતિ બેચેન હતા. જન્મ : એક દિવસ જિનદેવીએ સ્વપ્નમાં ચંદ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. સ્વપ્ન જોઇ શેઠાણી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. પરમાત્મા મહાવીર ભગવાનની ૪૦ મી પાટે થયેલા મહાન તપસ્વી આજીવન વિગયત્યાગી અને પ્રૌઢવિદ્વાન વડગચ્છીય આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. આ દિવસોમાં મંડારનગરમાં જ બિરાજમાન હતા. વીર નાગ આચાર્યશ્રીને પોતાના ઉપકારી માનતો હતો. આચાર્યશ્રીને સ્વપ્નનું ફળ પૂછ્યું. - આચાર્ય ભ. કહે : “જગતને પ્રકાશ આપે એવો પુત્ર તમારે ત્યાં આવશે.” . A શેઠ-શેઠાણીના આનંદનો પાર ન રહ્યો ! વિસં. ૧૧૪૩ મહાવદ ૬ સોમવારે હસ્ત નક્ષત્રમાં શેઠાણી જિનદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. સ્વપ્નમાં પૂર્ણ-ચન્દ્રને જોયેલો એટલે પૂર્ણચન્દ્ર નામ પાડ્યું. વખતને વીતતાં ક્યાં વાર લાગે છે. પૂર્ણચન્દ્ર આઠેક વર્ષનો થયો. નિશાળે બેસાડવાનો શેઠ વિચાર કરતાં હતાં. એવામાં એ પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. ધંધારોજગાર મંદ પડ્યા. એમાં મહામારીનો ઉપદ્રવ થયો. લોકો જીવ લઈને ભાગવા માંડ્યા. વીર નાગ પરિવાર સાથે ભરૂચ પહોંચ્યો. આ. મુનિચન્દ્રસૂરિજી પણ આ સમયે ત્યાં હતા. વીરનાગને થોડું આશ્વાસન મળ્યું. આચાર્ય મ. ની પ્રેરણા થતાં શ્રાવકોએ વીરનાગને રહેવા વગેરેની સગવડ કરી આપી. | નવા ક્ષેત્રમાં નવો જ ધંધો કરવામાં મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. આઠ વર્ષનો પૂર્ણચન્દ્ર સમજદાર હતો. એ પણ મરી-મસાલાના પડીકા લઈ શેરીઓમાં વેચવા ફરતો.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 348