Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir

Previous | Next

Page 11
________________ ચમત્કાર ? એક દિવસ એક શેઠના ઘેર ગયો તો ચોકમાં સોનામહોરના ઢગલા જોયા. એણે કહ્યું : શેઠ ! આમ સોનામહોરો ચોકમાં કેમ નાંખી છે ?” શેઠને કોલસા દેખાતા'તા. પરંતુ એમને લાગ્યું આ બાળક ભાગ્યશાળી છે. એમણે કહ્યું : “બેટા ! તું મને તારા હાથે ટોપલામાં ભરીને આપને, અને પૂર્ણચન્દ્રના હાથનો સ્પર્શ થતાં જ કોલસાના બદલે સોનૈયા દેખાવા માંડ્યા. શેઠે બાળક પૂર્ણચન્દ્રને એક ખોબો ભરી સોનામહોર આપી. પૂર્ણચન્દ્ર પિતાને વાત કરી. પિતાએ આ. મુનિચન્દ્રસૂરિને વાત કરી. દીક્ષા આચાર્ય ભગવંત કહે : “વીરનાગ ! તારો દિકરો લક્ષણવંતો છે. એ જો જિનશાસને સમર્પિત કરે તો મહાન પ્રભાવક બને.” . ગુરુદેવ, અમારા વૃદ્ધ દંપતિનો આ એક માત્ર આધાર છે. છતાં આપ કહો તે માન્ય છે.” આચાર્ય ભગવંત કહે: “મારા ૫૦૦ સાધુઓ તારે પુત્ર સમાન સમજવા.” શેઠ કહે : “ભલે ગુરુદેવ. આ પુત્ર આપને સોંપુ છું.” પૂર્ણચન્દ્રને પણ ગુરુદેવ પાસે બહુ ગમ્યું. એ ભણવા લાગ્યો. એકાદ વર્ષમાં એણે ઘણો અભ્યાસ કરી લીધો. વિ.સં. ૧૧૫રમાં દીક્ષા આપવામાં આવી પૂર્ણચન્દ્ર બાલમુનિ રામચન્દ્ર બન્યા! આ. ભ. મુનિચન્દ્રસૂરિ મહારાજાએ વાદિવેતાલ આ. ભ. શાંતિસૂરિજી મ. પાસે અધ્યયન કરેલું. એમની પાસે થોડા વર્ષોના અધ્યયનમાં રામચન્દ્રમુનિ ન્યાય અને સિદ્ધાંતના મર્મજ્ઞ વિદ્વાન બની ગયા. વાદ કરવાની કળા એમનામાં સહજ ખીલેલી હતી. એમણે જિતેલા વાદિઓના નામ આ પ્રમાણે મળે છે. શિવસુખ (ધોળકા), કાશ્મિર સાગર (સાંચોર), ગુણચંદ્ર દિગંબર (નાગોર), શિવભૂતિ (ચિત્તોડ), ગંગાધર (ગ્વાલિયર), ધરણીધર (ધારા), પદ્માકર (પુષ્કરિણી), કૃષ્ણ (ભરૂચ), ધીસાર (નરવર), વસુભૂતિ વગેરે. વાદિદેવસૂરિ ચરિત્ર પ્રમાણે આ સમયે એમના ગુરુભાઈઓમાં વિદ્વાનો થયા જે રામચન્દ્રમુનિના મિત્રો હતા, તેમના નામ આ પ્રમાણે મળે છે. વિમલચંદ્ર, આશોકચંદ્ર, હરિચંદ્ર, પાર્જચંદ્ર. શ્રી ત્રિપુટી મ. ના મતે આ નામો ની વિગત ૧૦

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 348