________________
તબિયત બગડીને થોડી બિમારી સમતાથી ભોગવીને સમતા ભાવે કાળ ધર્મ પામ્યા. પુ શ્રીજીની પણ તબિયત એકાએક બગડીને તે પણ થોડા વખતનું ચારિત્ર પાળી સમતાભાવે કાળધર્મ પામ્યા. તેમને સેવા ચાકરી નિર્ધામણું ચંદન શ્રીજી મ. સારી રીતે કરાવી.
ત્યાંથી વિહાર કરી કચ્છ માંડવીમાં આવ્યા. ત્યાંથી ગુજરાત તરફ આવવાની ભાવના કરે છે ત્યાં તે એક નાના સાધ્વીની તબિયત બગડીને કાળ ધર્મ પામ્યા. આ ત્રણેને આઘાત થવાથી તેમને ઘણું જ દુઃખ લાગ્યું. તે ચોમાસું ૧લ્પ૭મું માંડવીમાંજ પુરૂ કર્યું. '
ત્યાંથી પિતાના પરિવાર સાથે વિહાર કરી ભદ્રેસર આવ્યા. ત્યાં જાત્રા કરી, ટિકરનું રણ ઉતરી, ધ્રાંગધ્રા આવ્યા. ત્યાંથી વિહાર કરીને ખંભાત પધાર્યા. ત્યાં ચંદન શ્રીજી મ.ના સંસારી ફઈબા મોતીબેન તથા ચંચળબેન તેમની પાસે ભણવા આવ્યા. સંવત ૧૫૮ની સાલનું ચોમાસું ખંભાત થયું. તે ત્યાંથી આચાર્ય મહારાજ ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરજીના ઉપદેશથી ખંભાતના શેઠ દીપચંદભાઈ કુલચદે પાલીતાણાને છરી પાળ સંઘ કાઢો, તે સંઘમાં પાલીતાણે પધાર્યા.
ત્યાંથી વિહાર કરી માંડલ આવ્યા ને સં. ૧૯૫૯નું ચોમાસું માંડલ થયું.