Book Title: Prachin Stavan Sazzay Sangraha Author(s): Vijaykanaksuri Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ અંતર રહેલું છે. જેમકે ભટકતા લેક એટલે લુહાર, ગાદલિયા, રબારી, ભરવાડ જ્યાં પડાવ નાંખે ત્યાંથી ઊપડે ત્યારે સર્વ માલ સાથે ઉપાડી બીજે ઉતારો કરે, વળી ત્યાંથી જાય. એમ એ ભટકતા લેકે કહેવાય. અને રખડતા માલ સામગ્રી વિનાના ફર્યા કરે, તેમ આ સંસારી જીમાં જે આસ્તિક છે તેઓ ધર્મને, પરભવને માને અને અલ્પઝાઝે કરે પણ ખરા, તેથી સાથે લઈ જાય અને તેનું ફલ પણ પરભવમાં ભોગવે પણ ખરા, એટલે તેઓ ભટક્તા કહેવાય. હવે રખડતા તે કહેવાય કે જે પરલેક તેમ જ ધર્મને ન માને અને ધન, કુટુંબ, શરીર, મકાનાદિને માટે રાત્રિદિવસ પાપારંભ સેવ્યા કરે, પરંતુ તે ચાર મહેનું કંઈ સાથે ન આવે એટલે રખડતાની પેઠે ખાલી જાય. એવા આ સંસારચક્રમાં અનંતાનંત પુલ પરાવર્ત કાલ નિગોદમાં સહન કર્યા કે જ્યાં એક વાસોચ્છવાસમાં ૧૭ ભવથી અધિક (૯૪ આવલિકા લગભગ કાલ) કર્યા. બે ઘડીમાં ૬૫૫૩૬, એક અહોરાત્રમાં, ૧૯૬૬૦૮૦ એક માસમાં, ૫૮૯૮૨૪૦૦ અને એક સંવત્સરમાં ૭૦૭૭૮૮૮૦ ભવ કર્યા. ત્યાં જે દુખ સહ્યાં તેનું વર્ણન કેવળજ્ઞાનીથી પણ ન થાય. જ્યાં અસંખ્યાતા ગેળા, ગળગળે અસંખ્યાતી નિગોદ અને નિગોદે-નિગોદે અનંત છે. એક નિગોદના જીવો કેટલા એ જ્યારે કોઈ જ્ઞાનીને પૂછે ત્યારે એક નિગાદને અનંત ભાગ મેક્ષમાં ગયે એ પ્રમાણે ઉત્તર મળે. તે નિગોદમાં અનંત છે વચ્ચે એક શરીર આ ઔદારિક શરીરની આપેલાએ જાણવું, બાકી તૈજસ, કામણ તે સર્વેનાં જુદાં જાણવાં. અનંત જીના શ્વાસોચ્છવાસ પણ સાથે અને આહારમાં પણ અનંત છ મજિયારે (ભાગ). આવાં દુખો અનંત કાલ ભોગવી ભવિતવ્યતાને વેગે બાદર નિગોદ અનુક્રમે પૃથ્વી, અપ, તેલ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, વિમલેન્દ્રિ યાવત પંચેન્દ્રિય તેમાં પણ અતિદુર્લભ એવો સામગ્રી સંપન્ન માનવભવ પામ્યા છતાં જ્ઞાનના અભાવે નિષ્ફલ ગુમાવે છે. અલ્પબુદ્ધિવાળા જેને પણ જ્ઞાન થાય તેવા હેતુથી મારા પરમપકારી ગુરુદેવ વાચકવર્ય સાહેબે પ્રાચીન સ્તવને, સજઝાય ને ચૈત્યવંદન,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 518