________________
13
મુખે ત્યાં ધર્મશ્રવણ કરતી એ સતી મદનરેખાને શ્રાવિકા છતાં ગુરુથી પહેલાં વંદન કર્યું હતું. અને જ્ઞાની ગુરુએ તેને અનુચિત નહિ પણ ઉચિત જણાવ્યું હતું. અર્થાત જેને જેનાથી સાક્ષાત ઉપકાર થયે હેય તેને તે સવિશેષ પૂજય ગણાય છે. આ હેતુથી પણ દાદા વિશેષ પૂજ્ય હોઈ તેઓની ગુણસ્તુતિ કરવી અનુચિત નથી. ત્રીજી વાત એ પણ છે કે કોઈ પણ વ્યક્તિનું મહત્ત્વ તેના ગુણને ગે હોય છે, એટલે વ્યકિતની સ્તુતિ એ વાસ્તવમાં તેના ગુણની સ્તુતિ છે. ગુણ સર્વનાય સ્તુત્ય હોવાથે એક ગુણીની સ્તુતિથી સર્વ ગુણીજની સ્તુતિ થાય છે, માટે પણ આ સ્તુતિથી કોઈ ગુણનો અનાદર કે ઉપેક્ષા થતી નથી પણ સર્વગુણી આત્માઓની ગુણસ્તુતિરૂપ દાદાશ્રીના ગુણની સ્તુતિ કરવી વ્યાજબી જ છે. આટલું પ્રાસંગિક જણાવીને હવે તેઓશ્રીના જીવનના અંગે જે કાંઈ જાણવા મળ્યું છે તેનો શબદલરૂપે અહીં સંગ્રહ કરું છું–આલેખું છું.
પ્રભુ શ્રી મહાવીરદેવની પટ્ટપરંપરા–દાદાશ્રી જતવિજયજી મહારાજ તે પરમારાધ શાન્તમૂર્તિ પંન્યાસજી મહારાજ દાદાશ્રી મણિવિજયજી ગણિવરના અંતેવાસી પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી પદ્મવિજ્યજી મહારાજના શિષ્ય હતા. તેને ભગવાન શ્રી મહાવીરદેવની સાધુ-પરંપરા સાથે કેવો સંબંધ છે તે વિચારીએ.
ભગવાન શ્રી મહાવીરદેવની પાટે પાંચમા ગણધર આયંબી સુધર્મા૨વામીજી પહેલા પટ્ટધર થયા, તેઓની પાટે ક્રમશઃ બીજા આર્ય શ્રીજબૂત સ્વામીજી, ત્રીજા આર્ય શ્રી પ્રભવસ્વામીજી, ચેથા આર્ય શ્રી શય્યભવસરિક પાંચમા આર્ય શ્રીયશોભદ્રસૂરિજી અને તેમની પાટે એક આર્ય શ્રીસંભૂતિવિજયજી અને બીજા આર્ય શ્રીભદ્રબાહુસ્વામીજી થયા. તે પછી સાતમી પાટે કામવિજેતા મંગળનામય આર્ય શ્રીસ્થૂલિભદ્રજી મહારાજ થયા. એ બધાય ચૌદ પૂર્વ ધરે હતા. આર્ય શ્રીધૂલિભદ્રની માટે એક આર્ય શ્રીમહાગિરિજી તથા બીજા આર્ય શ્રીસુહસ્તિસૂરિજી થયા. નવમી પાટે આર્યશ્રી સુસ્થિત રિજી, અને આર્ય શ્રી સુપ્રતિબદ્ધ (કાટિકાકદિક) થયા. દશમી પાટે આર્ય શ્રીઇન્દ્રજિનસુરિજી, અગિયારમી