________________
શેઠ નરસી કેશવજી જેવાં નરરત્નો પણ તે ભૂમિમાં જ જન્મ્યાં હતાં. એમ શૂરવીર, દાનવીર અને ધર્મવીરરૂપ અનેક રત્નોની ખાણ સમા શ્રી કચ્છ દેશમાં આવેલા ભચાઉ તાલુકાના મનફરા ગામમાં આપણા ચરિક નાયકને જન્મ થયો હતો. એ પુણ્યપુરુષના માતાપિતા થવા માટેનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું હતું તેઓનાં નામ શ્રી ઉકાશેઠ અને શ્રી અવલબાઈ હતાં. એ વાત નિશ્ચિત છે કે ઉત્તમ પુત્રોને જન્મ અ ર આત્માઓ પણ સગુણોની ખાણ જેવા હોય છે. આ દંપતીને સ સ ર ખનો અનુભવ કરતાં વિર સં૦ ૧૮૯૬ ના ચિત્ર સુદ ૨ ના દિવસ શુભ મુહૂર્ત એક પુત્રરત્નને જન્મ થયો. શુભ મુહૂર્ત તેનું “મેહને જય કરવામાં મલ સરખા” માટે “જયમલ્લ’ એવું ભાવિ સૂચક સાથું નામ રાખવામાં આવ્યું. ખરેખર! આવાં ગુણસંપન્ન નામે પણ ભાગ્યવંત આત્માઓને જ સાંપડે છે. આ જયમલ્લ એજ દાદા શ્રીજીતવિજયજી મહારાજ તરીકે આપણા ઉપકારી થઈ ગયા.
બાલ્યકાળઃ-ઉત્તમ પુરુષના ગુણે પણ પ્રાયઃ તેની સાથે જન્મે છે. મોરનાં ઈંડાંની જેમ તેઓને સુશીલ બનાવવા પ્રાયઃ પ્રયત્ન કરે પડ નથી, કારણ કે બાલ્યકાળથી જ પૂર્વભવના વારસારૂપે ઔચિત્યાદિ અનેકાનેક સદ્દગુણ તેઓની સાથે રહ્યા હોય છે અને તેથી કઈ કઈ બા ના ગુણે તે વૃદ્ધોને પણ વિસ્મય પમાડે તેવા હોય છે. એ વાત શ્રી યમલ્લ માટે પણ સંગત હતી. શરીરનાં રૂપ, રંગ, ઘાટિલા દરેક અવા, પાંચે ઈન્દ્રિયની પૂર્ણતા, આરોગ્ય અને પ્રસન્ન આનંદી ચહેરે, વગેરે શરીર સંપત્તિ સુંદર અને સંપૂર્ણ હતી, સાથે માતા-પિતાદિ વર્ગ પ્રત્યે વિનયભર્યું વર્તન, સમાન ઉમરવાળા બાળકે સાથે પ્રજા ભાવે ખેલવું, સંગ પ્રમાણે વિદ્યાભ્યાસ કરે સાથે ગૃહસ્થજીવનમાં જરૂરી કુશળતા મેળવવી, વગેરે બાબતે પણ તેઓની ઉત્તમ હતી. એમ તેઓનું બાલ્યજીવન અને વિદ્યાર્થી જીવન પણ સુંદર હતું. માનવીનું તેની તે તે અવસ્થાને ઉચિત વર્તન તેની એક શોભારૂપ બને