________________
છે. માટે જ “ધૂળમાં ખેલવું, ગાંડું ઘેલું બોલવું, એ બધું વાસ્તવતાની દષ્ટિએ સારું ન હોવા છતાં બુદ્ધિમંતે પણ બાળકોની પાસેથી એવું વર્તન છે છે. આ એક વાસ્તવિકતા છે કે બાલ્યકાળથી માંડી વૃદ્ધાવસ્થા સુધીમાં બદલાતી અવસ્થાઓને અનુરૂપ વર્તન કરતા માનવ અંતે મહાન બની શકે છે. આને ઔચિત્ય પણ કહેવાય છે. આ લેકઔચિત્યની સાથે ધાર્મિક ઔચિત્ય પણ તેમાં સુંદર હતું. દેવગુરુની ભક્તિ, યથાશક્ય દાનાદિ ધર્મની રૂચિ, સત્યપ્રિયતા, સાહજિક
ઔદાય, સેવાવૃતિ, વગેરેથી તેઓએ નાની વયમાં જ પોતાના જીવનને લોકપ્રિય અને ધર્મપ્રિય બનાવી લીધું હતું.
કર્મનું પ્રાબલ્ય અને દીક્ષાને સંકલ્પ -જે જયમલ્લના ભાવિ જીવન અંગે લોકો અવનવા મનોરથો સેવતા હતા, તે શ્રીજયમલ્લની દિશા એક જ પ્રસંગે પલટી નાખી. બાર વર્ષ જેવી ઊગતી વયમાં જ તેઓને એકાએક નેત્રરોગ થયો, ઔષધો વગેરે અનેક ઉપાયો કરવા છતાં નેત્રનું નૂર ઘટતું ગયું અને સોળ વર્ષની ઉંમર થતાં તે જીવનવિકાસના અણમોલા સાધનરૂપ તેઓનાં નેત્રોનું તેજ નહિવત બની ગયું. કર્મની કળા અજબ છે, માનવ ધારે છે કંઈ ત્યારે કર્મ કરે છે કંઈ. ચક્ષુદર્શનાવરણીય અને અશાતાદનીય વગેરે કર્યો જાણે એ આત્માની કટી માટે ઉદયમાં આવ્યાં હોય તેમ ચાર વર્ષના ગાળામાં તે એ કર્મોદયે શ્રીયમલના જીવન પ્રવાહને રૂંધી નાંખે. બીજી બાજુ શુભ કર્મોનો ઉદય પણ ચાલુ હતું. તેઓના જન્મ પછી ઘરની આર્થિક સ્થિતિમાં, યશ, કીર્તિમાં, તથા બીજી પણ અનેક બાબતમાં સારો એ સુધારો થયો હતે. એ કારણે લેકમાં પણ તેઓ ભાગ્યવંતનું સુંદર બિરૂદ પામ્યા હતા. એમ એક બાજુ પુણ્યોદય ચાલુ હતા ત્યારે બીજી બાજુ નેત્રો તેજહીન બની ગયાં હતાં. “સુખના સાધન ન હોય ત્યારે જે દુ:ખ થાય છે, તે કરતાંય સાધન સંપન્નદશામાં તેનો ઉપયોગ કરવા જેવી સગવડ રહેતી નથી ત્યારે તે અપાર દુઃખ થાય છે” એ વાત મેહભરી દુનિયામાં