________________
૩૫
પિતાના નિયમિત તપને તેઓએ છોડ્યો ન હતો. છઠ્ઠ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ સુધી તપશ્ચર્યા કરી તેઓએ પર્વેનું મહુમાન પણ અખંડ જાળવ્યું હતું અને એ અભ્યાસ એટલો વધી ગયું હતું કે તદ્દન અશક્ત અવસ્થામાં છેલ્લી અષાઢ સુદ ૧૪ ની પાંખીને ઉપવાસ પણ તેઓએ છોડ્યો ન હતો. એમ બાહ્ય અત્યંતર તપશ્ચર્યાથી તેઓશ્રીએ શરીર અને અત્મા બન્નેની રંગી દીધાં હતાં.
સાધુ-સાધ્વી-પરિવાર–તેઓશ્રીના પરિવારના સાધુઓમાં તે કાળે પૂજ્ય મુનિરાજ શ્રીહીરવિજયજી મહારાજ, પૂ. પં. મહારાજ શ્રી કનકવિજ્યજી ગણિવર, મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ, મુનિરાજ શ્રીબુદ્ધિવિજ્યજી મહારાજ, મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજી મહારાજ અને મુનિરાજ શ્રીક્ષાવિજ્યજી મહારાજ વિદ્યમાન હતા તથા સાધ્વીવર્ગમાં સાધ્વીજી શ્રીઆણંદબીજી, સા. શ્રીચંદન શ્રીજી, સા. શ્રીરતનશ્રીજી, સા. શ્રી સુમતિશ્રીજી, સા. શ્રી ચંપાશ્રીજી સા. શ્રી ચતુરથીજી, સા. શ્રી નીતિશ્રીજી સા. શ્રીલભત્રીજી સા. શ્રી અમૃતશ્રીજી, સા. શ્રીહરખથીજી, સા. શ્રીવવેશ્રીજી, સા. શ્રી જ્યન્તીશ્રીજી અને સા. શ્રીઅશકશ્રીજી વિદ્યમાન હતા. અત્યારે તે તેઓના શિષ્ય-પ્રશિષ્યાદિરૂપે વધીને લગભગ પચીસ ઉપરાંત સાધુઓ અને આશરે સવાસો જેટલાં સુશીલ સાધ્વીજીઓ વિદ્યમાન છે.
અંતિમ આરાધના–એ રીતે જિનાજ્ઞાને બળે પિતાના જીવનને પવિત્ર બનાવીને વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લે પલાંસવામાં સ્થિરવાસ રહી નિવૃત્ત જીવનદ્વારા પણ ત્યાંના સંઘને અનેકવિધ ઉપકાર કરતા તેઓશ્રી વિ. સં. ૧૯૮ ના અષાઢ વદ ૬ ને શુક્રવારની સવારે સિદ્ધ અનંત નમું નિશદિન' એ પદનું શ્રવણ કરતા શ્રસિદ્ધપરમાત્માના ધ્યાન દ્વારા સમાધિ કેળવી સર્વ જીવોની સાથે મૈત્રી સાધતા, ક્ષામાપના કરતા, અને તેઓશ્રી પ્રત્યેના પૂજ્યભાવને કારણે સાધુસાધ્વી આદિ શ્રી ચતુર્વિધ સંઘે તેઓશ્રીને ઉદ્દેશીને ૧૨૨૫ ઉપવાસ, ૩૨૦૦ એકાસણ, ૧૨૫ આયંબિલ, ઉ૦૦૦ સામાયિક, સવાસે